Tuesday, September 9, 2008

તને હું ગમું છું: મને તું ગમે છે
છતાં આ વિધિને શું વાંકું પડે છે?
તને મળવા માટે નરી યાતનાઓ
કહે કુંડળીમાં કયો ગ્રહ નડે છે?
બગીચામાં વાસંતી વૈભવ પડ્યો છે:
હસે છે આ હોઠો ને આંખો રડે છે.
તૂટેલો અરીસો ને પ્રતિબિંબ તૂટ્યાં
મારો જ આપસમાં ચહેરો લડે છે.
સદા માટે ચાલો જઇએ અહીંથી
પારેવા જેવું હ્રદય ફડફડે છે.
...DIKU...

No comments: